‘જય રણછોડ-માખણચોર’ના નાદથી ગૂંજ્યું ડાકોરધામઃ 4 લાખ ભક્તો ઊમટ્યા

Wednesday 13th September 2023 07:17 EDT
 
 

નડિયાદઃ ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી યાત્રાધામ ડાકોરમાં ભક્તિભાવપૂર્વક થઈ. ગુરુવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય ભગવાનનાં દર્શન કરવા ઊમટી પડ્યા હતા. ભગવાનના જન્મોત્સવની ઉજવણી માટે રાત્રે 11:45 વાગ્યાથી જ મેઘરાજા પણ યાત્રાધામ ડાકોરમાં પહોંચી ગયા હતા. સમગ્ર મંદિર પરિસર ‘જય રણછોડ, માખણ ચોર’, ‘ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે’, ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી’ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. ડાકોરમાં બે દિવસમાં 4 લાખ ભક્તોએ રણછોડરાયનાં દર્શન કર્યાં. મૈયા અને ગોપીસ્વરૂપે તૈયાર થયેલા સેવક આગેવાનોએ અબીલ-ગુલાલ ઉડાવી નાચગાનથી મંદિ૨ પરિસરમાં નંદ મહોત્સવની ઉજવણી કરી હતી. 


comments powered by Disqus