21મી જૂને 1.25 કરોડ લોકો કરશે યોગદિવસની ઉજવણી

Wednesday 14th June 2023 06:05 EDT
 
 

ગાંધીનગરઃ વિશ્વભરમાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ'ની થીમ પર કરશે. સુરતમાં યોજાનારા યોગ કાર્યક્રમમાં અંદાજે 1.50 લાખ લોકો સહભાગી બનશે.
રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6.40 કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધન ક૨શે, જેનું જીવંત પ્રસારણ જાહેરમાં યોજાનારા કાર્યક્રમોમાં કરવામાં આવશે.
કુદરતી સૌંદર્ય ધરાવતાં આઇકોનિક સ્થળો જેવાં કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. 33 જિલ્લાનાં જે 75 સ્થળોની પસંદગી કરાઈ છે, તેમાં 10 ઐતિહાસિક સ્થળો, 7 ધાર્મિક સ્થળો, 17 પ્રવાસન સ્થળો, 33 જિલ્લા અને મહાનગરનાં સ્થળો અને 8 તાલુકા મથકની પસંદગી કરાઈ છે.


comments powered by Disqus