એક જુલાઈથી રાજકોટથી ઈન્દોર-ઉદેપુરની ફ્લાઈટ

Wednesday 14th June 2023 06:05 EDT
 
 

રાજકોટઃ પહેલી જુલાઈથી રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર જવા માટે ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે. રાજકોટનું નવું એરપોર્ટ શરૂ થાય તે પહેલાં નવી ફ્લાઇટ શરૂ કરાઈ છે. રાજકોટથી ઉદયપુર જવા માટેની ફ્લાઇટ સવારે 8:40 એ ટેકઓફ થશે અને 9:55 વાગ્યે ઉદયપુર લેન્ડ થશે. જ્યારે રાજકોટથી ઇન્દોરની ફ્લાઇટ સવારે 11:55 વાગ્યે ઉડાન ભરશે અને બપોરે 2 વાગ્યે ઇન્દોર લેન્ડ થશે.


comments powered by Disqus