ઓખામાં ઓઈલ રિગના 11 કર્મચારીનું રેસ્ક્યૂ

Wednesday 14th June 2023 07:17 EDT
 
 

ભુજઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયના કારણે રાજ્યના તટીય વિસ્તારોમાં ભારે અસર જોવા મળી હતી. જેમાં કચ્છના ઓખા તટ પાસેની ખાનગી ઓઇલ રિગના કર્મચારીઓ ફસાઈ ગયા હતા. ઓઇલ રિગ પર ફસાયેલા આ કર્મચારીઓને બચાવવા માટે કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ભારે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ 11 કર્મચારીઓને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરી તેમનો જીવ બચાવવામાં આવ્યો હતો.


comments powered by Disqus