જૂનાગઢમાં લવજેહાદમાં દુષ્કર્મ પીડિતાને પાછી લાવી લગ્ન કરાવ્યાં

Wednesday 14th June 2023 06:05 EDT
 
 

જૂનાગઢઃ જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા દંપતીના ઘેર રહેતી રીમા નામની સગીરાનું બાજુમાં જ રહેતા એક શખ્સે ભોળવીને અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. જૂનાગઢના હિન્દુ આગેવાનોએ કિશોરીને વિધર્મીની ચુંગાલમાંથી છોડાવ્યા બાદ 18 વર્ષ પૂરા થતાં જ સારા પરિવારનો યુવાન સાથે લગ્ન કરાવ્યા.
રીમા સાથે લગ્ન કરનારા યુવાન અને તેના પરિવારને રીમાની સાથે બનેલી આખી ઘટનાની જાણ અગાઉથી જ કરવામાં આવી હતી. ખૂબીની વાત એ કે રીમા સાથે પ્રભુતામાં પગલાં માંડનારો યુવાન અપરિણીત અને તેનાથી 3 જ વર્ષ મોટો છે.
જૂનાગઢમાં રીમાના ધામધૂમથી લગ્ન થયાં ત્યારે શહેરના હિન્દુ આગેવાનો ખાસ આ દીકરીને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. લવજેહાદનો ભોગ બનેલી દીકરીને હવે હિન્દુ સમાજ સ્વીકારતો થયો છે એ વાતની આવી દીકરીઓના વાલીઓને જાણ થાય તો આવી દીકરીઓને પાછી લાવી તેનું જીવન નવેસરથી ગોઠવી શકાય અને વિધર્મીના કાવતરાનો ભોગ બનેલી દીકરીને ધ કેરાલા સ્ટોરીની જેમ દોજખભર્યું જીવન વિતાવવું ન પડે.


comments powered by Disqus