આઇસીએઆઇના પ્રમુખપદે અનિકેત તલાટીની વરણી

Wednesday 15th February 2023 05:04 EST
 
 

અમદાવાદઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સીએ અનિકેત તલાટી ચૂંટાયા છે. ઇસ્ટ ઇન્ડિયા ઝોનમાંથી સૌથી નાની 34 વર્ષની વયે પ્રમુખ બનનારા રાહુલ રોય બાદ વેસ્ટ ઇન્ડિયા ઝોનમાંથી 36 વર્ષની વયે સૌથી નાની વયે અનિકેત તલાટી બીજા છે. અનિકેત તલાટી વર્ષ 2023–’24 માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. શૈક્ષણિક વર્ષ 2007માં આઇસીએઆઇના પ્રથમ ગુજરાતી પ્રમુખ બનવાનો શ્રેય તેમના પિતા સુનીલ તલાટીના ફાળે જાય છે. અનિકેત તલાટી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરિવારની ત્રીજી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. 


comments powered by Disqus