લખનઉઃ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના કો-ઓર્ડિનેશન વેલિડેશન મિશન હેઠળ ઉડ્ડયન સુરક્ષા નિરીક્ષણ રેન્કિંગમાં ભારતની સ્થિતિમાં જોરદાર સુધારો જોવા મળ્યો છે. ભારત આ રેન્કિંગમાં 112મા ક્રમથી ઊછળીને 55મા ક્રમે આવી ગયું છે. એટલે કે ભારતના રેન્કિંગમાં 57ક્રમનો ઉછાળો જોવા મળ્યો છે તેમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં 9 નવેમ્બરથી 16 નવેમ્બરની વચ્ચે યુનિવર્સલ ઓવરસાઇટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજીસીએએ વધુમાં જણાવ્યું છે કે, મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ રેન્કિંગ આઇસીઓ દ્વારા કરવામાં આવેલા અલગ અલગ ઓડિટના પરિણામ પર આધારિત છે.

