જામનગરઃ ઝૂઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેલિબિટેશન કિંગડમના નામે જામનગર ખાતે વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય બની રહ્યું છે. જે માટે શુક્રવારે દ. આફ્રિકાથી શારજહાં થઈ એરપોર્ટ પર વિવિધ પ્રજાતિનાં 39 મન્કી-ચિમ્પાન્ઝી લવાયાં હતાં.
દ.આફ્રિકાના જુદાજુદા કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં 39 મન્કી, ચિમ્પાન્ઝી લવાયાં હતાં, જેનું વજન પાંચ હજાર કિલોની આસપાસ છે. આઠ હજાર કિ.મી. દૂર આફ્રિકાથી આવેલા કાર્ગો વિમાનને શારજહાં એરપોર્ટ પર બદલવામાં આવ્યું હતું. તમામ પ્રાણીઓને ત્યાંથી બીજા હોરાઇઝન એવિએશનના બોઇંગ 737 કાર્ગો વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર લવાયાં હતાં. તમામ પ્રાણીઓનું કસ્ટમ્સ ક્લીયરન્સ કરાવી જામનગર ખાતે લઈ જવાયાં હતાં. અમદાવાદથી આ વિમાન બપોરે જામનગર પહોંચ્યું હતું.
હજુ 8 વિમાન પ્રાણીઓ લઈ અમદાવાદ આવશે
વિવિધ પ્રાણીઓ લઈ અત્યાર સુધી છ વિમાન આવ્યાં ,છે, તો બીજા આઠ વિમાન આવશે.

