પિપાવાવ-મુંબઈ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરાશે

Wednesday 15th February 2023 07:17 EST
 
 

ભાવનગરઃ જળમાર્ગે પરિવહનને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે ઘોઘા-હજીરા વચ્ચે ચલાવવામાં આવી રહેલી રો-પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ બાદ કેન્દ્ર સરકાર હવે પિપાવાવ-મુંબઈ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ ક૨વાની વિચારણા ધરાવે છે અને તેના માટે તાજેતરમાં અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે. પિપાવાવ-મુંબઈ વચ્ચે સડકમાર્ગનું અંતર 289 કિ.મી.નું છે અને 15 કલાકની મુસાફરી થાય છે. જ્યારે પિપાવાવ- મુંબઈ વચ્ચે જળમાર્ગનું અંતર 152 નોટિકલ માઇલ છે, જે 6 કલાકમાં જહાજ પૂર્ણ કરી શકે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના ઉદ્યોગોને ગુજરાતમાં સડકમાર્ગે મોકલવા માટેના માલસામાન ભરેલા ટ્રક મુંબઈથી શિપમાં ચડાવી દેવામાં આવે અને 6 કલાકમાં તે પિપાવાવ પહોંચી શકે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં આવેલા સ્ટીલ પ્લાન્ટ, સિમેન્ટ પ્લાન્ટનો માલસામાન મહારાષ્ટ્ર, કર્ણાટક, દક્ષિણ ભારતનાં રાજ્યોમાં મોકલવા માટે આ સેવા આશીર્વાદસમાન બની શકે છે.


comments powered by Disqus