પીએનબી લોકરમાં લાખો રૂપિયા ઉધઈ ખાઈ ગઈ

Wednesday 15th February 2023 08:35 EST
 
 

જયપુરઃ બેન્ક લોકરમાં મોટી માત્રામાં રોકડ- દસ્તાવેજ  રાખનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરક્ષિત ગણાતા બેન્ક લોકરમાં રાખેલાં નાણાંને ઊધઈ લાગવાનો કિસ્સો ઉદેપુરમાં સામે આવ્યો છે. અહીં લોકરની અંદર રાખેલા લાખો રૂપિયાની નોટોને ઊધઈ ખાઈ ગઈ હતી. એક રિપોર્ટ મુજબ પંજાબ નેશનલ બેન્કના લોકરમાંથી રૂપિયા બે લાખ પંદર હજાર રૂપિયાની નોટો ઊધઈએ કોરી ખાધી હતી.


comments powered by Disqus