બે યુવાનોએ એલઇડી લાઇટ્સનું યુનિટ શરૂ કરી રૂ. 2.5 કરોડનું ટર્નઓવર કર્યું

Wednesday 15th February 2023 06:46 EST
 
 

વડોદરાઃ વિદેશમાં અભ્યાસ કરી ત્યાં સ્થાયી થવાના ટ્રેન્ડને વડોદરાના યુવાન સાહસિકોએ બદલી નાખ્યો છે. ફેનિલ શાહ અને પાર્થ શાહે વિદેશમાં અભ્યાસ કરી વડોદરામાં એલઇડી મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપ્યું છે. એટલું જ નહીં રૂ. 2.5 કરોડનું ટર્નઓવર પણ કર્યું છે. આ બંને યુવાનો એલઇડી લાઇટમાં ચાઇનાની મોનોપોલી તોડીને મેક ઇન ઇન્ડિયાની થીમ સાથે આગળ વધી રહ્યા છે. દાયકાઓ સુધી આપણે બેરિંગથી બોઇંગ સુધીની મોટાભાગની ચીજો માટે અન્ય દેશ પર નિર્ભર હતા. જો કે મેક ઇન ઇન્ડિયાની થીમ સાથે સમય બદલાયો છે.
વડોદરાના ટેકનોક્રેટ યુવા ઉદ્યોગ સાહસિકો ફેનિલ શાહ અને પાર્થ શાહે ભારતીય ઇન્ડસ્ટ્રીમાં વિશાળ માગ ધરાવતા ઇનોવેટિવ લાઇટિંગ સોલ્યુશન્સ વિકસાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. હાલમાં વિદેશમાં અભ્યાસ કરીને ત્યાં જ સ્થાયી થવાના ટ્રેન્ડથી વિપરીત ફેનિલ અને પાર્થ વિદેશમાં અભ્યાસ કરી ત્યાંથી ટેક્નોલોજિકલ તથા માર્કેટની જરૂરિયાત પારખી ભારત પરત ફર્યા હતા. ત્યાર બાદ સઘન સંશોધનથી તેમણે વિશ્વસ્તરીય ગુણવત્તા સાથે ઇનોવેટિવ સોલ્યુશન્સ વિકસાવ્યા છે. પોતાના સ્ટાર્ટઅપ વેન્ચર ‘ઝ્રિકા ઇનોવેશન્સ’ના નેજા હેઠળ તેઓ આ સોલ્યુશન્સ વિકસાવી રહ્યા છે.


comments powered by Disqus