ગાંધીનગરઃ સિઝનમાં ગૃહિણીઓ બારેમાસનાં મરચાં સહિતના મરી-મસાલા ભરતી હોય છે. તેમાં ગાંધીનગરના શેરથા ગામના બજારમાં વેચાતાં મરચાંની ડિમાન્ડ સૌથી વધારે હોય છે. હાલમાં શેરથામાં મરચાંની આવક થવા લાગી છે. એટલે ટૂંક સમયમાં દૂરદૂરથી લોકો મરચાં ખરીદવા માટે અહીં આવશે. હાલમાં શેરથામાં સૂકવાયેલાં લાલ મરચાં જોઈને પ્રથમ નજરમાં લાલ રંગની ચાદર બિછાવાઈ હોય તેવો આભાસ થાય છે.

