સીજીએસટીના આસિ. કમિશનર મહેશ ચૌધરી પર દરોડાઃ રૂ. 10 કરોડથી વધુ મિલકત હોવાનો અંદાજ

Wednesday 15th February 2023 06:42 EST
 
 

ગાંધીધામઃ સીજીએસટીમાં ગાંધીધામ ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમિશનર મહેશ ચૌધરી આવક કરતાં વધારે સંપતિ ધરાવતા હોવાની માહિતીના આધારે સીબીઆઇની ટીમે તેમના ઘરે સર્ચ કર્યું હતું. જેમાં રોકડા રૂ. 42 લાખ, દાગીના, વિદેશી ચલણ, બેન્ક બેલેન્સ મળીને અંદાજે રૂ. 1 કરોડની સંપત્તિ મળી આવી હતી. જ્યારે અમદાવાદ, ગાંધીધામ અને રાજસ્થાનના બાડમેરમાં પણ કરોડો રૂપિયાની સ્થાવર - જંગમ મિલકતો મળી આવી હતી. આમ કુલ રૂ. 3.71 કરોડની મિલકતોને સીઝ કરવામાં આવી છે, જે તેમની સત્તાવાર આવક કરતાં 74 ટકા વધુ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશ ચૌધરી પરિવાર સાથે અમદાવાદમાં જે ફ્લેટમાં રહેતા હતા તેની કિંમત રૂ. 6 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.
સીબીઆઇનાં સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશ ચૌધરી અને તેમનાં પત્ની વિરુદ્ધ 8 ફેબ્રુઆરીના રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં જ રૂ. 3.71 કરોડની અપ્રમાણસર મિલકત મળી છે. જો કે અમદાવાદ, ગાંધીનગર અને રાજસ્થાનની મિલકતો ઉમેરાતાં આ આંકડો રૂ. 10 કરોડ જેટલો થવાનો અંદાજ છે.
જાણવા મળ્યા મુજબ ટેક્સચોરી કરતા વેપારીઓની તરફેણ કરવા માટે
મહેશ ચૌધરી પૈસા લેતો હતો. જે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.


comments powered by Disqus