સુરતમાં રૂ. 2768.31 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ

Wednesday 15th February 2023 07:06 EST
 
 

સુરતઃ સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અને એટીએસ દ્વારા સુરતમાં 112 સ્થળે હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં રૂ. 2768.31 કરોડના બોગસ બિલિંગ મારફતે રૂ. 83.73 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસઓન કરવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. SGST અને ATSની ટીમે સુરતમાં સાગમટે દરોડા પાડીને 75 કંપનીઓની તપાસ કરતાં 61 કંપનીના સંચાલકોએ કાગળ પર જ વેપાર કરીને અત્યાર સુધીમાં રૂ. 2768.31 કરોડના બોગસ બિલ જનરેટ કરીને આ કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બોગસ કંપનીઓના નામે GST રજિસ્ટ્રેશન- નોંધણી નંબર લેતી વખતે રજૂ કરવામાં આવેલાં 48 બેન્ક એકાઉન્ટ નંબર પણ બોગસ હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. આ કંપનીઓનાં 10 બેન્ક એકાઉન્ટ પર ટાંચ મૂકવામાં આવી છે અને આ પેઢીઓના ક્રેડિટ લેજરમાં રહેલા રૂ. 4.38 કરોડની ITC બ્લોક કરવામાં આવી છે. SGST અને ATS દ્વારા રૂ. 2768.31 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરતાં બોગસ બિલિંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.


comments powered by Disqus