અમદાવાદઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. ગુજરાતના 35 જિલ્લામાં બે વર્ષમાં રૂ. 197 કરોડના વિદેશી દારૂ સાથે રૂ. 4058 કરોડનો અફીણ, ચરસ, ગાંજો, હેરોઇન, પોશડાડા-પાઉડર અને અન્ય ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. આમ અંદાજે રૂ. 4270 કરોડનો દારૂ અને નશીલા દ્રવ્યોનો જથ્થો પકડાયો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે ડિસેમ્બર 2022ની સ્થિતિ સુધીનાં બે વર્ષના આ આંકડા જાહેર કર્યા છે. આ આંકડા જોતાં રાજ્યની હાલત ધીમેધીમે ઉડતા ગુજરાત જેવી બની છે.

