ગાંધીનગરઃ ભારત અને ઓસ્ટ્રેલિયાના ગાઢ શૈક્ષણિક સંબંધોના ભાગરૂપે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટી તેનું સૌપ્રથમ આંતરરાષટ્રીય બ્રાન્ચ કેમ્પસ શરૂ કરશે. એક શૈક્ષણિક કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ જાહેરાત કરી.
બે દિવસની ભારત મુલાકાત દરમિયાન એન્થની અલ્બનીઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઓસ્ટ્રેલિયા અને ભારત ટેસ્ટ મેચ નિહાળી હતી.
અલ્બનીઝે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયા અને ભારત સરકારે શિક્ષણ યોગ્યતા માન્યતા મિકેનિઝમને અંતિમ રૂપ આપ્યું છે. ડીકન યુનિવર્સિટીની તેમણે સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું કે, આ યુનિવર્સિટી ગિફ્ટ સિટીમાં તેની શાખા શરૂ કરશે જે દ્વિપક્ષીય શિક્ષણ સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બનશે.
અલ્બનીઝે ભારતીય વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી હતી, જે ભારતીય વિદ્યાર્થીઓ માટે ચાર વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે છે.

