ગાંધીનગરઃ ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પાર્ટીલાઇનથી વિરુદ્ધ ચાલતા નેતાઓ સામે હાઇકમાન્ડમાં ફરિયાદ કરી છે. જગદીશ ઠાકોરે મોટા નેતાઓની હરકતો સામે તેમને ચેતવણી આપતું નિવેદન કર્યું છે.

