ક્વાંટ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વપ્રસિદ્ધ ઘેરનો મેળો

Wednesday 15th March 2023 05:55 EDT
 
 

છોટાઉદેપુરઃ હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર છે. હોળીના પાંચ દિવસ સુધી તેઓ પારંપરિક રીતે નાચગાન કરી મેળાઓમાં જઈને આનંદ પ્રમોદ કરતાં જોવા મળે છે. ક્વાંટમાં છોટાઉદેપુર જિલ્લાના અને આદિવાસીઓમાં સૌથી મહત્ત્વનો વિશ્વપ્રસિદ્ધ ઘેરનો મેળો યોજાયો હતો. આ મેળામાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ જોવા મળી હતી. અહીં લાખો આદિવાસીઓ અવનવી વેશભૂષામાં સજ્જ થઈ આનંદ કરતા જોવા મળ્યા હતા. ઘેરના મેળામાં આદિવાસીઓ પારંપરિક વાજિંત્રો રામઢોલ, વાંસળી સાથે નાચગાન કર્યું હતું. વિશ્વપ્રસિદ્ધ ઘેરના મેળામાં મોટાપ્રમાણમાં વિદેશી પર્યટકો આવ્યા હતા.


comments powered by Disqus