ચૂલનો મેળોઃ ધગધગતા અંગારા પર ચાલી લોકોએ માનતા પૂર્ણ કરી

Wednesday 15th March 2023 05:54 EDT
 
 

રીંછિયાઃ પંચમહાલના રીંછિયામાં આદિવાસીઓ દ્વારા હોળી નિમિત્તે ચૂલના મેળાની ઉજવણી કરાઈ. જેમાં સ્થાનિકોએ ધગધગતા અંગારા પર ચાલી લોકોએ માનતા પૂર્ણ કરી હતી. સ્થાનિકો દ્વારા તેમનાં તમામ દુઃખ-દર્દના સમાધાન માટે અહીં બાધા-આખડી રાખે છે. માનવામાં આવે છે કે અહીં બાધા રાખવાથી પોતાના તમામ પ્રશ્નોનું સમાધાન આવી જાય છે. આ આસ્થાથી રાખવામાં આવેલી બાધાને પૂર્ણ કરવા હોળીના દિવસે ધખધખતા અંગારા પર લોકો ચાલે છે અને આસ્થાનાં દર્શન કરાવે છે. ચૂલના મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો તો આવે જ છે, ઉપરાંત મેળાની મજા માણવા દૂરદૂરથી લોકો આવે છે.


comments powered by Disqus