જમીન કૌભાંડમાં કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માના જામીન નામંજૂર

Wednesday 15th March 2023 05:54 EDT
 
 

ભુજઃ કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા દ્વારા ગાંધીધામના ચુડવાની સીમમાં હાઈવેને અડીને આવેલી જમીન દબાણમાં ગણી  અન્યને નીચા ભાવે જમીન ફાળવી કૌભાંડ આચરતાં તેમની સીઆઇડી ક્રાઇમ દ્વારા ગાંધીનગરથી ધરપકડ કરાઈ હતી. જેથી શર્માએ જામીન પર મુક્ત થવા માટે ભુજની કોર્ટમાં અરજી કરતાં કોર્ટે જામીન અરજી નામંજૂર કરી દીધી હતી.


comments powered by Disqus