પાવાગઢમાં હવે છોલેલું શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ

Wednesday 15th March 2023 05:54 EDT
 
 

પાવાગઢ: યાત્રાધામ પાવાગઢમાં મંદિર ટ્રસ્ટ દ્વારા છોલાયેલાં નાળિયેર લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભક્તો છોલેલું શ્રીફળ મંદિરમાં જઈ માતાજીને ચઢાવતા હતા જેને હવે બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બહારના વેપારીઓ દ્વારા છોલેલા શ્રીફળનું વેચાણ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. હવેથી ભક્તોને છોલ્યા વિનાનું શ્રીફળ આપવામાં આવશે, જેને માતાજીને ધરાવી ઘરે લઈ જઈ શકાશે. સ્વચ્છતાને ધ્યાને રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. શ્રીફળ લઈ જનારા પર ગંદકી ફેલાવવા અંગે દંડનીય કાર્યવાહીનો નિર્ણય લેવાયો છે.


comments powered by Disqus