પીએફઆઇનું ભારતને ઇસ્લામિક દેશ બનાવવા ષડયંત્રઃ એનઆઇએની ચાર્જશીટ

Wednesday 15th March 2023 07:00 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પીએફઆઇ પર પ્રતિબંધ છે. જો કે ભારતનાં અનેક રાજ્યમાં તેની ગતિવિધિ હજુપણ ચાલી રહી છે અને તેને સતત ફંડ પણ મળે છે. સમાચાર મળી રહ્યા છે કે પીએફઆઇ વર્ષ 2047 સુધી ભારતને ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા ઇચ્છે છે. આ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા તે મુસ્લિમ યુવાનોનું બ્રેઇન વોશ કરી ગુમરાહ કરવામાં આવી રહ્યા છે અને હથિયારોની ટ્રેનિંગ પણ અપાઈ રહી છે. આ મામલે એનઆઇએ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરી બે સભ્યને આરોપી દર્શાવાયા છે.
કહેવામાં આવી રહ્યું છે કે ગતવર્ષે સપ્ટેમ્બર મહિનામાં પીએફઆઇએ એક મોટું ષડયંત્ર રચ્યું હતું. જે અંતર્ગત વિવિધ સમુદાયના લોકો વચ્ચે નફરત ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શું છે પીએફઆઇ?
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પીએફઆઇ 22 નવેમ્બર 2006ના રોજ ત્રણ સંગઠનના મળવાથી બન્યું છે. જેમાં કેરલનું નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ, કર્ણાટકનું ફોરમ ફોર ડિગ્નિટી અને તામિલનાડુનું મનિતા નીતિ પસરઈનો સમાવેશ થાય છે. પીએફઆઇ પોતાને નોન પ્રોફિટેબલ સંગઠનના રૂપમાં પ્રસ્તુત કરે છે. પીએફઆઇ દ્વારા તેમના સંગઠનની સંખ્યા ગુપ્ત રાખવામાં આવી છે. 2012માં કેરલ સરકાર દ્વારા હાઇકોર્ટમાં જણાવાયુંું હતું કે, પીએફઆઇ પ્રતિબંધિત સંગઠન સ્ટુડેન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા - સિમિનું નવું રૂપ છે. પીએફઆઇના કાર્યકરોના અલકાયદા, તાલિબાન જેવાં આતંકી સંગઠન સાથે સંબંધ હોવાના પણ આરોપ લાગ્યા છે.


comments powered by Disqus