દાહોદઃ જેસાવાડા ખાતે ભરાતો ગોળ ગધેડાનો મેળો વર્ષોથી લોકોનાાં આકર્ષણનું કેન્દ્ર છે. તા. 13 માર્ચે સોમવારે મેળામાં આસપાસનાં ત્રીસેક જેટલાં ગામના આદિવાસી બાંધવો ઊમટી પડ્યા હતા. મેળામાં ચાલીસ ફૂટ ઊંચાઈનું શીમળાના વૃક્ષનું થડિયું રોપવામાં આવ્યું હતું. જેમાં દસ-દસ ફૂટના અંતરે છેદ પાડીને લાકડાની આડી પટ્ટીઓ રોપી થડિયાની ટોચ પર ઇનામરૂપે ગોળની પોટલી મુકાઈ હતી. જેને પામવા યુવાનો પહોંચે તે પહેલાં આ યુવતીઓ દ્વારા સોટીઓનો મારો અવિરત ચાલ્યો હતો. એક સમયે વિજેતા યુવાન મનગમતી યુવતીની પસંદગી કરી શકતો હતો, પરંતુ સમય સાથે સ્વયંવરની આ પ્રથા રહી નથી.

