ઐતિહાસિક હાઉસ ઓફ લોર્ડસમાં ૬ઠ્ઠી માર્ચે ભારતના ડાયમંડકિંગ શ્રી ગોવિંદભાઇ ધોળકિયાની આત્મકથા ‘ડાયમંડ્સ આર ફોરએવર, સો આર મોરલ’નું શાનદાર લોકાર્પણ થયું. આ પ્રસંગે એશિયન લોર્ડસ ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના ગામડેથી નીકળીને સુરત સ્થાયી થયેલા શ્રી ગોવિંદભાઇ સામાન્ય ખેડૂપુત્રમાંથી આજે હીરાઉદ્યોગની ટોચની કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રા.લિ.ના સ્વપ્નદૃષ્ટા ગણાય છે. શ્રી ગોવિંદભાઇ ધોળકિયાની જીવનગાથા-સિદ્ધને રજૂ કરતું આ પુસ્તક સહુ માટે પ્રેરણાદાયી બની રહે એવું છે. (સવિસ્તર અહેવાલ વાંચો - પાન 15 - 20)

