‘સાબરમતીના સંત’ને પુષ્પાંજલિ અર્પતા ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન

Wednesday 15th March 2023 05:53 EDT
 
 

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીઆશ્રમ પહોંચ્યા હતા. ગાંધીઆશ્રમમાં તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. એન્થોની અલ્બનીઝે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. અલ્બનીઝે ગાંધીઆશ્રમની વિઝિટર બુકમાં સંદેશ લખ્યો હતો કે, ગાંધીઆશ્રમની મુલાકાત લઈને ગાંધીજીને શ્રદ્વાંજલિ આપવી એ મારા માટે ગર્વની વાત છે. આજે પણ એમનું જીવન દર્શન અને જીવનનાં મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે.


comments powered by Disqus