અંબાજીઃ શક્તિપીઠ અંબાજી ખાતે માઇભક્તે મા અંબાને 1 કિલો સોનું અર્પણ કરાયું, જેનું મૂલ્ય રૂ. 62 લાખ થાય છે.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. અનેક ભક્તો દ્વારા પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાનાં ચરણે ભેટ પણ ધરવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ સુવર્ણમય મંદિર અંબાજી ખાતે બનાવવાના ભાગરૂપે અમલમાં મુકાયેલી સુવર્ણમય યોજનાના બીજા ભાગ અંતર્ગત દેશ-વિદેશમાં વસતા સેંકડો માઈભક્તો દ્વારા યથાશક્તિ મુજબ મંદિરને સોનાનું દાન આપવામાં આવે છે. ટૂંક સમયમાં મા અંબાનું મંદિર ભારતમાં સૌપ્રથમ સોનાથી મઢીને વધુ ભવ્ય બનાવાશે.

