અમદાવાદ-ગાંધીનગરમાં આતંકીઓ કરવાના હતા હુમલો

Wednesday 29th November 2023 05:22 EST
 

અમદાવાદઃ આતંકી સંગઠન આઇએસઆઇએસની મોટી આતંકી યોજનાનો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા આઇએસઆઇએસ આતંકીની કબૂલાતથી જાણવા મળ્યું છે કે તેમનું કાવતરું ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર માં વિસ્ફોટ કરવાનું હતું.
isis મુંબઈ નરિમાન હાઉસ અને ગેટ-વે ઓફ ઇન્ડિયા પર પણ આતંકી હુમલા કરવાની પણ યોજના બનાવી રહ્યું હતું. એટલું જ નહીં ભારતનાં કેટલાંક મહત્ત્વપૂર્ણ સૈન્ય મથકો પણ આઇએસઆઇએસના નિશાના પર હતાં.
આઇએસઆઇએસના એક ધરપકડ કરાયેલા આતંકવાદીએ કહ્યું કે, ભારતનાં મહત્ત્વનાં સૈન્ય ઠેકાણાંની નિયમિતપણે રેકી કરાતી હતી અને ત્યાંની તસવીરો પાકિસ્તાન અને સીરિયા મોકલાતી હતી. અલીગઢ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે, જેઓ સુરક્ષા એજન્સીના રડાર પર છે.
ગઝવા-એ-હિન્દ મોડ્યુલ અંગે 4 રાજ્યમાં રેડ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પાકિસ્તાન સમર્થિત ગઝવા-એ-હિન્દ ટેરર મોડ્યુલ મામલે રવિવારે ગુજરાતના ગીરસોમનાથ, મધ્યપ્રદેશના દેવાસ, યુપીના આઝમગઢ અને કેરલના કોઝિકોડમાં આ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં વાંધાજનક સાહિત્ય, મોબાઇલ, સિમકાર્ડ સહિત ડિજિટલ ડિવાઇસ જપ્ત કર્યાં હતાં. આ કાર્યવાહીમાં જેમને ત્યાં કાર્યવાહી કરાઈ તે શકમંદ આતંકીઓના પાકિસ્તાનસ્થિત આકાઓ સાથે સંબંધો વિશે પણ માહિતી મળી હતી.


comments powered by Disqus