કચ્છના રણોત્સવનો અનોખો નજારોઃ 350 ટેન્ટ લગાવાયાં

Wednesday 29th November 2023 06:08 EST
 
 

કચ્છના સફેદ રણમાં 10 નવેમ્બરથી શરૂ થયેલા રણોત્સવમાં દુનિયાભરના પ્રવાસીઓ આવી રહ્યા છે. અહીં આવનારા પ્રવાસીઓ માટે 350થી વધુ ટેન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. કચ્છના ધોરડો ગામને બેસ્ટ ટૂરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યા બાદ આ વર્ષે વધારે પ્રવાસીઓ પહોંચે તેમ માનવામાં આવી રહ્યું છે. આ ગામમાં 2009થી દરવર્ષે ટેન્ટ સિટી બને છે. આ ઉત્સવ 25મી ફેબ્રુઆરી સુધી ચાલશે. ભારતના વિવિધ ભાગો ઉપરાત વિદેશથી પણ મોટી સંખ્યામા પ્રવાસીઓ પહોંચી રહ્યા છે.


comments powered by Disqus