નડિયાદઃ અમદાવાદના વેજલપુરમાં રહેતો 26 વર્ષીય યુવક શનિવારે પત્ની અને દીકરી સાથે પોતાના વતન ડભાણ જઈ રહ્યો હતો. આ દરમિયાન ખેડાના માતરમાં સંધાણા નજીક ગળામાં પતંગ ચગાવવાની ધારદાર દોરી ભરાઈ જતાં તેનું બાઇક રેલિંગ સાથે અથડાયું હતું. દોરીને કારણે યુવકની શ્વાસનળી કપાઈ જતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ સાથે પત્ની અને બે વર્ષની દીકરીને પણ ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. વેજલપુરમાં રહેતા સાગર રાજુભાઈ રાવળ મામાના ઘરે રહેતા હતા. દેવદિવાળીના દિવસે પરિવારજનો સાથે યુવકને બાધા પૂરી કરવાની હોવાથી તે પત્ની અને બાળક સાથે ડભાણ જતાં માતરના રઘવાણજ પાસે અચાનક દોરી ગળામાં ફસાઈ જતાં દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિકોએત મામને સારવારઅર્થે ખસેડ્યા હતા.

