આણંદઃ એસોસિયેશન ઓફ સ્કૂલ્સ એન્ડ કોલેજ ઑફ ઓપ્ટોમેટ્રી દ્વારા ઇન્ટરનેશનલ ઓપ્ટોમેટ્રી કોન્ફરન્સ ASCON-3નું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી અને નિષ્ણાતો સાથે કુલ 700 થી વધુ પ્રતિનિધિએ ભાગ લીધો હતો, જેમાં ચારુસેટના બીડીઆઇપીએસના ઓપ્ટોમેટ્રી વિભાગના બે અધ્યાપક ઓપ્ટોમેટ્રી વિભાગના વડા જયદેવસિંહ પારગરા અને આસિસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલ સહિત 3 વિદ્યાર્થિનીએ ભાગ લીધો હતો.
કોન્ફરન્સમાં બેચલર ઓફ ઓપ્ટોમેટ્રીની ત્રીજા વર્ષની વિદ્યાર્થિની ખદીજા દૂધિયાવાલાએ વીઆર ફોર વિઝન : લો-વિઝન માટે ટેક્નોલોજી આધારિત સોલ્યુશનના વિષય સાથે પોસ્ટર પ્રેઝન્ટેશનમાં પહેલું ઇનામ મેળવ્યું હતું, જેને દેવાંશી દલાલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

