ચીનમાં રોગચાળાથી ગુજરાતમાં ચિંતાઃ આરોગ્ય તંત્ર અને હોસ્પિટલો સજ્જ

Wednesday 29th November 2023 05:29 EST
 

ગાંધીનગરઃ ચીનમાં ઇન્ફલ્યુએન્ઝા, માઇક્રો પ્લાઝમા ન્યૂમોનિયા, સાર્સ - COV - 2 જેવા રોગ ફાટી નીકળ્યા છે. જેના પગલે ભારત સરકારે પણ તમામ રાજ્યોને સાવચેત રહેવાનો આદેશ આપ્યો છે.
આરોગ્ય કમિશનરે તમામ જિલ્લા આરોગ્ય અધિકારી અને સિવિલ હોસ્પિટલને તાકીદ કરી છે કે, સરકારી હોસ્પિટલમાં આવશ્યક સ્ટાફ, બેડ, સાધન સામ્રગી, ઓક્સિજન પ્લાન્ટ સહિતની બાબતોની ચકાસણી કરીને સજજ રાખવાં. તેમણે વેન્ટિલેટર, પીપીઈ કિટ, આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા રાખવાની રહેશે.


comments powered by Disqus