જખૌ નજીક 13 ક્રૂ સભ્યો સાથેની પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઈ

Wednesday 29th November 2023 06:09 EST
 
 

જખૌ નજીક કોસ્ટગાર્ડની ટુકડીએ 13 પાકિસ્તાની માછીમાર સાથેની ફિશિંગ બોટને ઝડપી પાડી હતી. કોસ્ટગાર્ડ ટીમ અરબી સમુદ્રમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે ભારતીય જળસીમામાં ગેરકાયદે માછીમારી કરતી પાકિસ્તાની બોટને જળસીમા ઉલ્લંઘન બદલ ઝડપી લેવાઈ હતી. બોટમાં સવાર 13 માછીમારોની અટકાયત કરી ઓખા બંદર ખાતે લઈ જવાયા હતા. નાઝ - રે- કરમમાં 19 નવેમ્બરે 13 ખલાસી કરાચીથી નીકળ્યા હતા.


comments powered by Disqus