તેલંગાણામાં ત્રિકોણીય મુકાબલો: ચૂંટણીનાં પરિણામો ચોંકાવી શકે

Wednesday 29th November 2023 06:30 EST
 
 

નવી દિલ્હીઃ તેલંગાણામાં ચૂંટણીની હવાને લઈને અટકળો શરૂ થઈ ચૂકી છે. મનાય છે કે રાજ્યનાં ચૂંટણી પરિણામો ચોંકાવી શકે છે. અગાઉ એમ મનાતું હતું કે બીઆરએસની ત્રીજી વાર જીત નક્કી છે, પરંતુ જેમજેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ હાર-જીતનાં નવાં સમીકરણો દેખાઈ રહ્યાં છે. રાજ્યમાં લગભગ ત્રીજા ભાગની બેઠકો પર ચૂંટણી સંઘર્ષ બીઆરએસ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જણાઈ રહ્યો છે.
સૂત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસ કુલ 119 પૈકી 70-75 બેઠક પર મજબૂત સ્થિતિમાં ચૂંટણી લડી રહી છે. એટલે કે આ બેઠકો પર આકરો મુકાબલો છે. જ્યારે ભાજપ હૈદરાબાદ અને તેની આસપાસની 48 બેઠક પર સારો દેખાવ કરી રહ્યો છે. તેના કારણે આ બેઠકો પર ત્રિકોણીય મુકાબલો જણાય છે. જો ભાજપ આ બેઠકો પર 15 ટકા કે તેથી વધુ મત મેળવવામાં સફળ રહે તો તેનાથી બીઆરએસને ફાયદો અને કોંગ્રેસને નુકસાન થશે, કેમ કે બીઆરએસ વિરોધી મત કોંગ્રેસના બદલે ભાજપને મળશે. જો ભાજપનો દેખાવ નબળો હશે તો કોંગ્રેસને સીધો ફાયદો થઈ શકે.


comments powered by Disqus