દિવાળીની રજાઓમાં પ્રવાસન સ્થળોએ 43 લાખ પ્રવાસીથી ઊભરાયાં

Wednesday 29th November 2023 05:26 EST
 
 

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીમાં લોકો હરવા-ફરવાના અને ધાર્મિક સ્થળોએ મોટા પાયે પહોંચ્યા હતા. આ તહેવારોમાં પ્રવાસન સ્થળોએ 42.75 લાખ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સૌથી વધુ 6.34 લાખ લોકો અંબાજી પહોંચ્યા હતા. બીજા ક્રમે 6.18 લાખ લોકો દ્વારકા પહોંચ્યા હતા. પ્રવાસન વિભાગના આંકડા પ્રમાણે 5.25 લાખ પાવાગઢ અને 4.87 લાખ લોકો સોમનાથ પહોંચ્યા હતા.


comments powered by Disqus