મોરબીઃ મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી અને મોરબીમાં સિરામિક એક્સપોર્ટનો વ્યવસાય કરતી યુવતી પાસે પોતાનો બાકી પગાર માગવા ગયેલા યુવાને રાણીબા અને તેના ભાઈ સહિતની ટોળકીએ ચામડાના પટ્ટા વડે ઢોર માર માર્યાની અને રાણીબાએ પગરખું મોઢામાં લેવડાવી માફી મગાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. મોરબીના 21 વર્ષના નિલેશભાઈ કિશોરભાઈ દલસાણિયાએ વિભૂતિ સીતાપરા ઉર્ફે રાણીબા તેના ભાઈ ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી.રબારી સહિત 6 શખ્સો વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સોમવારે 27 નવેમ્બરે રાણીબા સહિત અન્ય 3 શખ્સો દ્વારા પોલીસ સમક્ષ સરેન્ડર કરવામાં આવ્યું હતું, જે બાદ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.

