રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે રોકાણ માટે જાપાનને આમંત્રણ

Wednesday 29th November 2023 05:12 EST
 
 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઇલેવલ ડેલિગેશને મુલાકાતનો પ્રારંભ યામાનાશી ગવર્નર કોટારો નાગાસાકી સાથે બેઠક યોજીને કર્યો હતો. તેમણે યામાનાશી હાઇડ્રોજન કંપનીની મુલાકાત લઈને ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ અંગે વિચારવિમર્શ કર્યો હતો અને આ પ્લાન્ટનું નિરીક્ષણ કરી તેની વિશેષતાઓ જાણી હતી. મુખ્યમંત્રીએ રિન્યુએબલ એનર્જી સેક્ટર તથા ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં જાપાન અને ગુજરાતના સંબંધોને નવી તક આપવા, નવાં રોકાણો માટે વાઇબ્રન્ટ સમિટ 2024માં જોડાવા પણ યામાનાશી ગવર્નરને આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાત પણ ગ્રીન ક્લીન એનર્જીના લક્ષ્યાંકોને પાર પાડવા આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીએ જાપાન પ્રવાસમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રચાર-પ્રસાર તેમજ આમંત્રણ પાઠવવા વિવિધ બેઠકો કરી હતી. મુખ્યમંત્રી પોતાની સાથે ઝાયડસના પંકજ પટેલ, મેઘમણિના નટુભાઈ પટેલ, અદાણી વતી ગ્રૂપ પ્રેસિડેન્ટ સૌરીન શાહ, મારુતિ સુઝુકી- ગુજરાતના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રણજિતસિંહ અને ટેક્સ કન્સલ્ટન્ટ મૂકેશ પટેલને પણ સાથે લઈને ગયા છે.


comments powered by Disqus