લંડનની ફ્લાઇટમાં ખામી સર્જાતાં 240 મુસાફરો અટવાયા

Wednesday 29th November 2023 05:37 EST
 
 

અમદાવાદઃ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગુરુવારે લંડન જતી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતાં ગ્રાઉન્ડ કરવી પડી હતી, જેના કારણે 240 જેટલા પેસેન્જરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ બપોરે 1:10 વાગ્યે ટેકઓફ થવાની હતી, જેને 4 વાગ્યે રવાના કરાઈ હતી.
​​​​​​​ટેકઓફ પહેલાં જ કેપ્ટને એન્જિનમાં ખામીનો રિપોર્ટ કરતાં ફ્લાઇટ ગ્રાઉન્ડ કરાઈ હતી. જે બાદ દિલ્હીથી સ્પેરપાર્ટ મગાવી રિપેરિંગ કરાયું હતું.


comments powered by Disqus