વડોદરાનાં મહારાણીને ડોક્ટરેટની ડિગ્રીથી સન્માનિત કરાયાં

Wednesday 29th November 2023 05:53 EST
 
 

વડોદરાઃ વડોદરાનાં મહારાણી અને ઉમદા સામાજિક કાર્યકર એવાં રાધિકારાજે ગાયકવાડને યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન દ્વારા ડોક્ટરેટની ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે. હાલ યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડનના ડેપ્યુટી હેડ ઓફ ઇન્ટરનેશનલ વડોદરાની મુલાકાતે છે, ત્યારે તેઓ દ્વારા મહારાણી રાધિકારાજેના કામ અને યુનિવર્સિટી લંડન વિશે માહિતી આપી હતી. ઉપરાંત મહારાણી રાધિકારાજે દ્વારા કરવામાં આવેલાં કાર્યોને પ્રદર્શિત કરાયાં હતાં. રાધિકારાજે અનેક સામાજિક અને સેવાકીય કાર્યો સાથે જોડાયેલાં છે. ખાસ કરીને એલજીબીટીક્યુ કોમ્યુનિટી માટે તેઓ વિશેષ કાર્ય કરી રહ્યાં છે. આ કાર્યોને અનુલક્ષીને યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન દ્વારા તેમને ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે.
ગ્લોબલ કોલિયન્સના ડાયરેક્ટર મેરીએ જણાવ્યું હતું કે, વિદેશ અભ્યાસ ક્ષેત્રે ગ્લોબલ કોલિયન્સ પાસે ઘણો અનુભવ છે અને વિશ્વની કેટલીક પ્રતિષ્ઠિત યુનિ.માં પ્રવેશ મેળવવામાં અસંખ્ય વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક મદદ કરી છે.


comments powered by Disqus