દેવભૂમિ દ્વારકાના વાડીનારના દરિયામાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા શનિવારે ઓઇલ લીકેજ અને અન્ય અકસ્માતને અનુલક્ષીને મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં દરિયામાં સ્વર્ણકળશ નામના ઓઇલ ટેન્કર સાથે એક અન્ય બોટની ટક્કરથી 3થી 4 ફૂટનું ગાબડું પડ્યું હોવાની કવાયતની સાથે દરિયામાં કૂદેલા લોકોને હેલિકોપ્ટર તથા એરફોર્સના ડોર્નિયરની મદદથી રાફર નાખીને બચાવવાની અને આગ બુઝાવવાની કામગીરી કરાઈ હતી.

