રાધનપુરઃ વડનગર ગામના વતની અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીરભાઈ ભગવાનભાઈ ચૌધરીનું 102 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે તેમના ઘરમાં જ શાળા શરૂ કરાવી હતી. ત્યારબાદ જ્યારે ગામની શાળાનું બાંધકામ શરૂ થયું ત્યારે પ્રાથમિક શાળા બનાવવા માટે ઇંટો તેમજ આર્થિક મદદ કરી હતી. વડનગરમાં તેમની 10 વીઘા જમીન તેમણે વાદી સમાજના લોકોને વસાહત માટે આપી હતી.

