હૃદયને લગતી બીમારી અંગે સૌરાષ્ટ્ર યુનિ.નો વિવાદિત નિર્ણય

Wednesday 29th November 2023 05:40 EST
 
 

રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાથી હાર્ટએટેકની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યા હોઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગ પુલમાં પોસ્ટર લાગ્યાં છે, જેમાં હૃદયની બીમારી ધરાવતા લોકો માટે સૂચના જાહેર કરાઈ છે.
રાજકોટ યુનિવર્સિટી દ્વારા સ્વિમિંગ પુલ, જિમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હૃદયની બીમારી ધરાવતા લોકો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. હૃદયની બીમારી ધરાવતા લોકોને રમત ન રમવાનું જણાવી તમામ માટે ડોક્ટર ફિટનેસ સર્ટિફિકેટ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય રમત રમતાં ખરાબ થાય તો તેની જવાબદારી તેની ખુદની જ રહેશે તે પ્રકારે પોસ્ટરમાં લખવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે, કોઈપણ રમત રમવા માટે વ્યક્તિએએ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.


comments powered by Disqus