અરવલ્લી જજ અને ક્લાર્ક કોર્ટ સંકુલમાં નશાની હાલતમાં ઝડપાયા

Wednesday 17th May 2023 06:30 EDT
 
 

મોડાસાઃ મોડાસા શહેરમાં અરવલ્લી જિલ્લા સેવાસદન સામે દીવાની અને ફોજદારી અદાલતોનું સંકુલ આવેલું છે, જેમાં અરવલ્લી બીજા એડિશનલ સિનિયર સિવિલ જજ અને ક્લાર્કની નશો કરવાના આરોપસર પોલીસે ધરપકડ કરી હતી.
શામળાજી રોડ પરના ન્યાયમંદિરમાં સોમવારે સાંજે સિનિયર સિવિલ જજ એસ.સી. પટેલ અને ક્લાર્ક બી.કે. વીજ ચાલુ ફરજ દરમિયાન નશાની હાલતમાં બેફામ બની બીભસ્ત વર્તન કરતાં અન્ય કર્મીઓ ચોંકી ઊઠ્યા હતા અને મોડાસા ટાઉન પોલીસને જાણ કરતાં એસ.સી. પટેલ અને ક્લાર્ક બી.કે. વીજની અટકાયત કરીવામાં આવી હતી. ટાઉન પોલીસ માટે પણ જજ અને ક્લાર્કને નશાની હાલતમાં ઝડપી પાડવા પડકારજનક સ્થિતિનું નિર્માણ થયું હતું. મોડાસા ટાઉન પોલીસે કોર્ટ સંકુલમાં નશાની હાલતમાં રહેલા જજ અને તેમના ક્લાર્કની અટકાયત કરતાં સમગ્ર સંકુલમાં સન્નાટો વાપી ગયો હતો.


comments powered by Disqus