ભરૂચઃ જંબુસર તાલુકાના કિમોજ ગામની દૂધમંડળીના ચેરમેન અને દૂધ ઉત્પાદક અશોકભાઈ દુબેનાં સુપુત્રી ઉર્વશી દુબેનું પાઇલટ બનતાં દૂધધારા ડેરી ખાતે ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તથા ડિરેક્ટર સાગરભાઈ પટેલ દ્વારા અભિવાદન કરાયું હતું.
ઉર્વશી દુબે સંઘર્ષથી સફળતાની અને સિદ્ધિનું જીવતું જાગતું ઉદાહરણ છે. દૂધધારા ડેરી ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં જંબુસર એપીએમસીના ચેરમેન વિરલભાઈ મોરી, દૂધધારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ સહિત મેનેજર સ્ટાફ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાઇલટ ઉર્વશી દુબેએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં એક ગરીબ દૂધ ઉત્પાદક પરિવારમાંથી આર્થિક વિકટ પરિસ્થિતિમાં કઈ રીતે પરિવારના સંઘર્ષ અને એક પાઇલટ તરીકે તેમની સફળ સંઘર્ષયાત્રાની માહિતી આપી હતી.
