મહેસાણાઃ કલોલના અંબિકા હાઇવે પર બુધવારે બે પેસેન્જરને ઉતારવા રોડના છેડે ઊભેલી એસ.ટી. બસની પાછળ પૂરઝડપે આવતી લક્ઝરી બસ ઘૂસી જતાં 5 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય લોકોને ઇજા થઈ હતી. ઊભેલી એસટી બસને ખાનગી બસે ટક્કર મારતાં બસની રાહ જોઈ રહેલા લોકો હાઇવે પરની રેલિંગ અને બસ વચ્ચે અત્યંત ખરાબ રીતે ફસાઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા રાહત અને બચાવકાર્ય હાથ ધરાયું હતું અને લોકોને હોસ્પિટલે ખસેડાયા હતા.

