કેનેડામાં ડોક્ટરેટ થયેલી ઉર્વશી શાહ 1 જૂને દીક્ષા લેશે

Wednesday 17th May 2023 06:29 EDT
 
 

વિજયનગરઃ અમેરિકા-કેનેડામાં હર્બલ ફાર્મા પર રિસર્ચ કરી વિજયનગરની ડોક્ટરેટ બનેલી ઉર્વશીએ સાધ્વીજી બનવા સંયમનો માર્ગ આપનાવ્યો છે. પોતાનાં મોટાં બહેનની માફક 1 જૂને નાગાલેન્ડના દીમાપુરમાં દીક્ષા ગ્રહણ કરશે, જે અગાઉ 8 મેએ વિજયનગરમાં દીક્ષાર્થીની ભવ્ય શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા.
વિજયનગ૨ જૈન સમાજના અગ્રણી કાંતિભાઈ શાહ અને હર્ષદભાઈ શાહના જણાવ્યા અનુસાર ઉર્વશીબહેન સંસારનો ત્યાગ કરી દીક્ષાગ્રહણ કરી રહ્યા છે, તે પૂર્વે સોમવારે દૈવ્યશક્તિ - દેવાગમમતિ માતાજીનાં સાંનિધ્યમાં સોમવારે શોભાયાત્રાનું આયોજન કરાયું. ત્યારબાદ પૂજ્ય મુનિ-આર્થિકાનું તથા દીક્ષાર્થીનું પ્રવચન થશે.


comments powered by Disqus