ગારીડાના પેટાળમાંથી લાવા નીકળતાં ભય

Wednesday 17th May 2023 05:41 EDT
 
 

વાંકાનેરઃ વાંકાનેરના ગારીડા ગામ નજીક ડુંગરાળ વિસ્તારના પેટાળમાંથી અચાનક અવાજ સાથે ધગધગતા લાવા જેવો કાળો પદાર્થ નીકળતાં લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. બીજી તરફ બે દિવસથી આવી ભૂસ્તરીય હલચલ થતી હોવાનું લોકોએ સરપંચને જણાવતાં તેમણે સંબંધિત તંત્રને જાણ કરતાં ખાણખનિજ ખાતાના અધિકારીઓ તેમજ મામલતદાર સહિતની ટીમ દોડી ગઈ હતી અને પદાર્થના નમૂના લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા હતા. જિઓલોજિકલ સરવેની ટીમ પણ તલસ્પર્શી તપાસ કરશે.
તલાટીએ રિપોર્ટ કરતાં નાયબ મામલતદાર તપાસઅર્થે દોડી ગયા હતા, ત્યારે કાળો કઠણ પદાર્થ આસપાસના પથ્થર પર ઊડ્યો હોય તેનાં નિશાન જોવા મળ્યાં હતાં.


comments powered by Disqus