ટીકરના રણમાં ફસાયો પરિવાર

Wednesday 17th May 2023 05:41 EDT
 
 

ધ્રાંગધ્રાઃ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કૂડા રણમાં બાઇક પર જતો પરિવાર રસ્તો ભૂલી જતાં અને બાઇક કાદવમાં ખૂંપી જતાં રણમાં ફસાયો હતો. આ ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની સમયસૂચકતાથઈ પરિવારને બચાવી લેવાયો હતો. જેમાં હળવદ ટીકર રણના એક અગરિયાએ આ પરિવાર ફસાયાનો ઓડિયો વાઇરલ કરતાં દોઢ વર્ષની બાળકી સહિતના પરિવારને બચાવી લઈ રણમાંથી કૂડા લવાયા હતા.
સાંતલપુરના હકીમ હાજીભાઈ પત્ની અને દોઢ વર્ષની દીકરી સાથે બાઇક પર સાંતલપુરથી રણ વિસ્તારમાં થઈને ધ્રાંગધ્રા આવી રહ્યાં હતાં, ત્યારે રસ્તો ભૂલી જવાની સાથે વરસાદમાં કાદવવાળા રસ્તામાં એમનું બાઇક ફસાઈ ગયું હતું.


comments powered by Disqus