રાજકોટઃ રાજકોટમાં રેલવે સ્ટેશન પરથી મળી આવેલી બાળકીને અમેરિકાસ્થિત મૂળ ભારતીય પરિવારે દત્તક લીધી છે. કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમમાં ઊછરેલી 12 વર્ષીય તન્મયને મિશિગનમાં રહેતા શ્રીવાસ્તવ દંપતીએ દત્તક લીધી છે. હવે તન્મય આહના તરીકે ઓળખાશે. આગામી એક સપ્તાહમાં આ પરિવાર સાથે દીકરી અમેરિકા પહોંચી જશે. તન્મયને દત્તક લેનારા ઉમેશ શ્રીવાસ્તવ અમેરિકામાં કોમ્પ્યૂટર એન્જિનિયર છે. તેમણે જણાવ્યું કે, આહનાના યોગ્ય ઉછેર માટે એમની પત્ની નોકરી છોડી દેશે. તેમને 23 વર્ષનો અરહાંત નામનો પુત્ર પણ છે.

