ધનસુરાઃ અરવલ્લી જિલ્લાના ધનસુરાના ચોગામડા કંપાની દેવાંશી પટેલે રોલ બોલમાં નેશનલ રમતમાં બ્રોન્ઝ મેડલ જીતી ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ દેવાંશી પટેલ વતન ચોગામડા કંપા આવતાં સ્થાનિકો દ્વારા તેનું સન્માન કરાયું હતું.
ગાંધીનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી દેવાંશી પટેલે 2013થી સ્કેટિંગ, બાસ્કેટ બોલ અને હેન્ડ બોલ રમીને કરિયરની શરૂઆત કરી હતી. જેમાં કોચના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરી 12 સ્ટેટ, 7 નેશનલ અને 5 વિન સાથે 2 વર્ષ સુધી ગુજરાત ટીમની કેપ્ટન તરીકે રમી ચૂકી છે. વર્ષ 2018-19માં કર્ણાટકના બેલગાવ ખાતે રોલ બોલ ગેમમાં 24 કલાક સતત રમીને દેવાંશીએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. આ રમતમાં 9 વર્ષ સુધી સતત મહેનત અને સંઘર્ષ કરી તેણે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

