નડાબેટ બાદ કચ્છ, પાટણ-બનાસકાંઠા સરહદે રણસફારી

Wednesday 17th May 2023 06:30 EDT
 
 

પાટણઃ ઉ. ગુજરાતમાં નેડાબેડ સીમાદર્શન બાદ હવે પાટણમાં રણદર્શન માટે નવીન પ્રવાસન સ્થળ તૈયાર થઈ ગયું છે. જિલ્લાની સરહદે કચ્છ - પાટણ અને બનાસકાંઠા બોર્ડર પર ખાડા-ટેકરા અને જંગલ જેવા બોર્ડર એરિયામાં રણદર્શન માટે વધુ એક પ્રવાસન પોઇન્ટ બનાવાતાં વિસ્તારની કાયાપલટ થઈ ગઈ છે.
વનવિભાગ દ્વારા બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી રૂ. 2.79 કરોડના ખર્ચે એવાલ ગામ પાસે 1 હેક્ટરમાં રણ સફારી બનાવવાનું મે 2022 માં શરૂ કરાયું હતું. જેમાં પ્રવાસીઓ માટે રણદર્શન, વસવાટ કરતાં પ્રાણીઓ નિહાળવા ટાવર સહિત રાત્રીરોકાણ માટે સુવિધા ઊભી કરાઈ છે.
“રણ સફારીની આસપાસના 10થી 20 કિલોમીટરના અંતરમાં વરુણી માતાજી, ઇશ્વરિયા મહાદેવ સંગત માતાનાં પ્રાચીન મંદિરનાં દર્શન ઉપરાંત સરગુડી બેટ, ચારણકા સોલાર પ્લાન્ટ જોઈ શકશે. રણસફારીમાં રોકાણ, ભોજન વ્યવસ્થા સહિતની સુવિધા પ્રવાસીઓને મળી રહેશે.


comments powered by Disqus